980 ઇવીએમ અન્ય જિલ્લામાંથી કચ્છને ફાળવાયા

ભુજ, તા. 24 : કચ્છમાં 28મીએ યોજાનારી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે  તંત્રની તૈયારીનો ધમધમાટ પણ વેગીલો બનતો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઇવીએમના 980 બેલેટ અને કંટ્રોલ યુનિટ સેટ રાજ્યના અલગ-અલગ ત્રણ?જિલ્લામાંથી કચ્છને ફાળવવામાં આવ્યા છે.જિલ્લા ચૂંટણી શાખામાંથી મળેલી સત્તાવાર વિગતો અનુસાર જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 204 બેઠક માટે 2839 અને ચાર નગરપાલિકા માટે 452 મળી 3291 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. 3291 પૈકી 2311 ઇવીએમ કચ્છ જિલ્લામાં સ્થાનિકે ઉપલબ્ધ છે તો ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકોટ?જિલ્લામાંથી 850, જામનગર જિલ્લામાંથી 80 અને અમદાવાદ જિલ્લામાંથી ઇવીએમના કંટ્રોલ-બેલેટ યુનિટ કચ્છને ફાળવવામાં આવ્યા છે. મતદાનને આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા હોવાના લીધે ઇવીએમને ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી લેવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને આ માટેની જરૂરી તાલીમ પણ આપી દેવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer