પુનડી ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂર યુવાનની આત્મહત્યા

ભુજ, તા. 24 : માંડવી તાલુકાના પુનડી ગામના વાડી વિસ્તારમાં 23 વર્ષની વયના ભાવેશ વાલજી મહેશ્વરીએ કોઇ કારણોસર ઝેરી જંતુનાશક દવા પી લઇને આપઘાત કર્યો હતો. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ પુનડી વાડી વિસ્તારમાં કેશુભા મનુભા જાડેજાની વાડીએ કામ કરતા હતભાગી ભાવેશે એરન્ડાના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ભુજ ખસેડાયા બાદ સારવાર દરમ્યાન જનરલ હોસ્પિટલમાં તેણે દમ તોડયો હતો. મૃતકે કયા કારણે આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માત મોતનો ગુનો નોંધી આ સબંધી તપાસ હાથ ધરાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer