ગાંધીધામમાંથી 10 લાખનું ટ્રેઇલર કોઇ હંકારી ગયું

ગાંધીધામ, તા. 24 : શહેરમાં આવેલી નૂરી મસ્જિદ સામે ધોરીમાર્ગ ઉપર પાર્ક કરાયેલા રૂા. 10 લાખનાં ટ્રેઇલરની કોઇ શખ્સોએ ધોળા દિવસે ચોરી કરી હતી. રાજસ્થાનનો વિષ્ણુલાલ માંગીલાલ સ્વામી નામનો યુવાન ટ્રેઇલર નંબર આરજે- 14-જીઇ-5164 લઇને કિશનગઢ રાજસ્થાનથી નીકળ્યો હતો. પથ્થરનો પાઉડર ભરીને તે મોરબી ગયો હતો, ત્યાં પોતાનું વાહન ખાલી કરાવી કોલસો ભરવા તે કંડલા આવી રહ્યોહતો. ગત તા. 21-2ના બપોરે તે ગાંધીધામ આવી પહોંચ્યો હતો અને નૂરી મસ્જિદ સામે ધોરી માર્ગ ઉપર આ વાહન પાર્ક કરી એ.ટી.એમ.માંથી પૈસા કઢાવવા ગયો હતો. તેવામાં માત્ર અડધા કલાકમાં રૂા. 10 લાખના આ ટ્રેઇલરની કોઇ શખ્સે ચોરી કરી હતી. આ વાહન કંડલા બાજુ લઇ જવાનું હોવાથી વિષ્ણુએ રિક્ષાથી તેનો પીછો પણ કર્યો હતો પરંતુ બાદમાં આ વાહન સિમેન્ટના જંગલમાં ઓઝલ થઇ ગયું હતું. વાહન ચોરીના આ બનાવ અંગે રવિપ્રકાશ સત્યનારાયણ સ્વામીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer