ભુજ શહેર-તાલુકામાં 14 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વધ્યા

ભુજ, તા. 24 : કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર તાલુકાના સૂરજપર ગામે પટેલવાસમાં ભીમજી રવજી હીરાણીનું ઘર તથા બાજુમાં પ્રિતેશ ભીમજી હીરાણીનું ઘર, કુકમા ગામે મોટી શેરી વિસ્તારમાં નરેશ જયસુખ પરમારના ઘર સહિત જમણી બાજુમાં નવીન નારણભાઇ ચૌહાણના ઘરથી ડાબી બાજુ રાજેન્દ્ર હીરજી પરમારના ઘર સુધી, આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં. 81/86/8 (ડો. આકાશ સુરેન્દ્ર શર્મા)નું ઘર, નિશાંત પાર્કમાં આવેલ ઘર નં. 9 (પ્રિયાંશુ વિનોદભાઇ?ચાવડા)નું ઘર, શક્તિનગર-2માં આવેલ ઘર નં. બી/4 (પ્રશાંતભાઇ?જયસુખભાઇ ભટ્ટ)નું ઘર, નવી રાવલવાડીમાં નરસિંહ મહેતા નગરમાં આવેલ ઘર નં. સી/128 (ભરતભાઇ ચમનલાલ અબડા)નું ઘર, ચંગલેશ્વર સોસાયટીમાં આવેલ ઘર નં. 104?(જ્યોત્સનાબેન ભવાનજી બુદ્ધભટ્ટી)નું ઘર, ઓધવપાર્ક-2માં આવેલ ઘર નં. એ/2 (જિગરભાઇ?વ્રજલાલભાઇ રૂપારેલ)નું ઘર, મિરજાપર ગામે મહાદેવવાળી શેરીમાં આવેલ કરશન કાનજી હીરાણીના ઘરથી પ્રેમજી ધનજી હીરાણીના ઘર સુધી, બળદિયા ગામે નીચલાવાસમાં આવેલ રતનબેન કુંવરજી વેકરિયાનું ઘર, ભારાપરમાં આવેલ મેમણ હાજી નૂરમામદનું ઘર, મિરજાપર ગામે ગૌશાળાવાળી શેરીમાં આવેલ મનસુખલાલ વિશ્રામ ગોંડલિયાનું ઘર, પાલારા જેલ બ્લોક નં. બી-1માં આવેલ રૂમ નં. 2 (ગૌરવ નટવરલાલ ઓઝા)ના ઘરથી રૂમ નં. 4 (જયદેવસિંહ ટાંક)ના ઘર સુધીને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ હોમ ડિલિવરીથી તેમના ઘરે પહોંચાડાશે. જાહેરનામાનો ભંગ કરનાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51થી 58 તથા ભારતીય દંડસંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer