ગાંધીધામમાં અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 24 : શહેરની જનતા કોલોની પાસે સોનલનગર વિસ્તારમાં એક મકાનમાંથી રૂા. 13,270ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.પૂર્વ કચ્છ એલ.સી.બી.એ આજે બપોરે દારૂ?અંગે આ દરોડો પાડયો હતો. જનતા કોલોનીની સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ શંકરલાલ સાવલાણીને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સે સોનલનગરના મકાન નંબર 75માં શરાબ સંતાડી રાખ્યો હતો. આ મકાનમાંથી દારૂની 53 બોટલ તથા બિયરના 24 ટીન એમ કુલ રૂા. 12,270નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પરંતુ મહેશ્વરીનગરનો જીતુ ગાંગજી મહેશ્વરી નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer