માધાપરના વથાણચોક ખાતે તીનપત્તી રમતી ત્રિપુટી પકડાઇ
ભુજ, તા. 24 : તાલુકાના માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં વણાણચોક ખાતે ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા ગામના ત્રણ શખ્સને સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂા. નવ હજાર રોકડા અને એક ડ્રીમ બાઇક સાથે પકડી પાડયા હતા. ભુજ બી. ડિવિઝન પોલીસે કરેલી દરોડાની આ કાર્યવાહીમાં માધાપરના જીતેન્દ્ર હસમુખ રાવલ, ઇસ્માઇલ ફકીરમામદ ઘાંચી અને દિનેશ કરશન વેકરિયાને જુગાર રમવાના આરોપસર પકડી તેમની વિરૂઘ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીઓ પાસેથી રૂા. નવ હજાર રોકડા તથા રૂા. 10 હજારની બાઇક મળી રૂા. 19 હજારની માલમતા કબજે કરાઇ હતી. તેવું પોલીસે જણાવ્યું હતું.