ગાંધીધામ આપઘાત પ્રકરણે આગોતરા જામીન નકારાયા

ગાંધીધામ, તા. 24 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં બનેલા યુવાનના આપઘાત પ્રકરણમાં એક આરોપીએ આગોતરા માટે અરજી કરતાં અહીંની કોર્ટે આ અરજી નકારી દીધી હતી.શહેરનાં ગુરુકુળ વિસ્તારમાં રહેતા ધીરજ મફાભાઇ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ વેળાએ પોલીસે સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી. બાદમાં સંજય ગઢવી, કિરણ ગઢવી, ધર્મેશભાઇ, નંદુ સાહેબ, કુમાર સાહેબ, દિલીપ ગઢવી, કરણ આહીર, પ્રવીણ અને શાંતિલાલ મારવાડી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મીટરનું વ્યાજ ચડાવી આ યુવાનને પરેશાન કરી ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળી તેણે આ છેલ્લું પગલું ભરી લીધું હતું. આ પ્રકરણના આરોપી એવા કિરણ હિંમતલાલ ગઢવીએ આગોતરા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આ આરોપીના આગોતરા નકારી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુમારી હિતેષી પી. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer