કચ્છમાં વિષમ વાતાવરણનો દોર જારી : ભેજનું પ્રમાણ વધ્યું

ભુજ, તા. 24 : ઉનાળાના વહેલા આગમનના વર્તાતા એંધાણ વચ્ચે જિલ્લામાં વિષમ વાતાવરણનો દોર યથાવત્ રહ્યો છે. ભેજનું પ્રમાણ વધતાં સવારના સમયે ઝાકળિયા માહોલ વચ્ચે દિવસના ભાગે ઉકળાટ પણ અનુભવાયો હતો. નલિયામાં લઘુતમ પારો 12.3 ડિગ્રીના આંકે અટકેલો રહેતાં કચ્છનું કાશ્મીર રાજ્યનું ઠંડું મથક બનવા સાથે સવારના સમયે ગુલાબી ઠંડીની ચમક વર્તાઇ હતી. અહીં મહત્તમ તાપમાનનો પારો 30.7 ડિગ્રીએ અટક્યો હતો. જિલ્લામથક ભુજ, કંડલા (એ.) અને કંડલા પોર્ટમાં મહત્તમ પારો 31થી 33 અને લઘુતમ પારો 17થી 19 ડિગ્રીની વચ્ચે રહેતાં સવારના સમયની સામાન્ય ઠંડકને બાદ કરતાં આખો દિવસ ગરમી-ઉકળાટ અનુભવાયા હતા. હવામાન વિભાગે મહત્તમ પારો ઊંચકાઇને 37 ડિગ્રીને પાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer