મતદારોને ગેરમાર્ગે દોરનારાઓ શિક્ષાને પાત્ર ઠરશે

ભુજ, તા. 24 : ભુજમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.  કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે.એ મતદાનના દિવસે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં. કે વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લૂ ટૂથ, પેન કેમેરા, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે  અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક સાધનો  લઇ જઈ શકશે નહીં. મત ગણતરીના દિવસે મત ગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલ વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં.ઉપરોકત પ્રતિબંધો ચૂંટણી અને પોલીસના અધિકૃત અધિકારી/કર્મચારીને તેમજ ચૂંટણીપંચ દ્વારા અધિકૃત કરેલ અધિકારીઓને લાગુ પડશે નહીં. હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ  સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂા. 200નો દંડ અથવા બંને સજા થઇ શકશે. તો મતદારોને ધાક-ધમકી આપી કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઇ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારોને સમજાવવા કે કોઇ મતદારને ચૂંટણીમાં મત ન આપવાને પ્રતિબંધિત ગણાવાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer