ભુજમાં સહી ઝુંબેશ છેડી નાગરિકોને મતદાન માટે જાગૃત કરાયા

ભુજ, તા. 17 : અહીંના આઈ.સી.ડી.એસ. ઘટક-3માં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્વેપ સ્ટેટ વોટર્સ અવેરનેશ પ્રોગ્રામના નોડેલ અધિકારી/જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા, ઈરાબેન ચૌહાણ અને આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક-3ના સી.ડી.પી.ઓ. નીતાબેન સી. ઓઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક-3ના 150 આંગણવાડી કેન્દ્રોમાં સુપરવાઈઝ તથા આંગણવાડી કાર્યકર તથા તેડાંઘર દ્વારા સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ હેઠળ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરી, ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી હતી અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં 15000 નાગરિકને આવરી લેવામાં આવ્યા હતા તેમજ લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer