સાહિત્યકાર ડો. દર્શનાબેનને `કમલાબેન પરીખ લેખિકા પારિતોષિક'' જાહેર

સાહિત્યકાર ડો. દર્શનાબેનને `કમલાબેન  પરીખ લેખિકા પારિતોષિક'' જાહેર
ભુજ, તા. 22 : સાહિત્ય અને કલા જગતના પ્રતિષ્ઠિત સામયિક `કુમાર'માં પ્રસિદ્ધ મહિલા લેખિકાનાં સર્જનને દર વર્ષે અપાતું પારિતોષિક આ વર્ષે કચ્છી મહિલા સાહિત્યકારને જાહેર થયું છે. `કુમાર'માં પ્રસિદ્ધ થતી ડો. દર્શનાબેન ધોળકિયાની લેખમાળા `સ્મૃતિકળા'ને આ વર્ષનું કમલાબહેન પરીખ લેખિકા પારિતોષિક મળ્યું છે. આ પારિતોષિક `કુમાર' સામયિકમાં પ્રગટ થતાં લેખિકાઓનાં લખાણોમાંથી એક સર્વોત્તમ કૃતિને પસંદ કરીને આપવામાં આવે છે, જે કચ્છના જાણીતાં લેખિકા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઈ. કુલપતિને જાહેર થયું છે. આ પારિતોષિકમાં નિર્ણાયક તરીકે પણ લેખિકા જ હોય છે અને આ વર્ષે નિર્ણાયક તરીકે મુંબઈ યુનિવર્સિટીનાં પ્રો. ડો. અંજલિ શાહે સેવા આપી હતી. હવે આ એવોર્ડ અમદાવાદ મુકામે યોજાનારા સમારોહમાં આપવામાં આવશે. જેમનાં નામે પારિતોષિક અપાય છે, એ કમલાબહેન એચ. ડી. આર્ટ્સ કોલેજમાં 1966-68નાં વર્ષો દરમ્યાન અંગ્રેજીનાં અધ્યાપક રહેલા ગુજરાતના સમર્થ સર્જક છે. ડો. ધીરુ પરીખનાં તેઓ પત્ની થતાં.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer