ભારતમાં શ્રેણી જીતવી સરળ નથી : સ્ટોક્સ

અમદાવાદ, તા. 22 : ચૈન્નઈમાં રમાયેલા બીજી ટેસ્ટ મેચમાં 317 રને મળેલી હાર બાદ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ અમદાવાદમાં રમાનારા ત્રીજી ટેસ્ટમાં જીત મેળવીને શ્રેણીમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. જો કે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના માનવા પ્રમાણે ભારત આવીને ટીમ ઈન્ડિયા સામે શ્રેણી જીતવી સરળ નથી. સ્ટોક્સના કહેવા પ્રમાણે ભારતમાં આવીને શ્રેણી જીતનારી ટીમ વધુ નથી. 2012ની ટીમની ઉપલબ્ધી ઉપર ગર્વ કરવો યોગ્ય છે અને બાકીના ખેલાડી રુટ, જોની અને બ્રોડી સાથે ઉપલબ્ધી મેળવવા માગે છે. ભારતમાં સ્પિનરોની મદદગાર પીચોને લઈને ચર્ચા દરકિનાર કરતા સ્ટોક્સે કહ્યું હતું કે, ટેસ્ટ ખેલાડીઓને દરેક પરિસ્થિતિમાં રમતા શિખવું જોઈએ. હકીકતમાં પહેલી બે ટેસ્ટ મેચ બાદ ચૈન્નઈની ટર્નિંગ વિકેટ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય છે અને માઈકલ વોન જેવા પૂર્વ ખેલાડીઓ સવાલ પણ ઉઠાવી ચુક્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer