ભુજના વોર્ડ નં.4માં કોંગ્રેસના ઉમેદવારોને લોકોએ આવકાર્યા

ભુજના વોર્ડ નં.4માં કોંગ્રેસના  ઉમેદવારોને લોકોએ આવકાર્યા
ભુજ, તા. 22 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભુજના વોર્ડ-4ના કોંગ્રેસી ઉમેદવારોને ડોર-ટુ-ડોર પ્રચારના પ્રારંભે જ જબ્બર પ્રતિસાદ સાંપડયો હતો. કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ નં.-4માં નિષ્ઠાવાન, મહેનતુ, જાગૃત અને પ્રજા સાથે સતત સંપર્ક ધરાવતા ઉમેદવારો અનિલભાઈ મહેતા, અંજલિ ગોર, યાકુબભાઈ ખલીફા તથા અલ્પાબેન મિત્રીને ચૂંટણી જંગમાં ઉતારતાં તેમણે ડોર-ટુ-ડોર પ્રચારનો પ્રારંભ કર્યો હતો, જેમાં સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ વ્યથા રજૂ કરવા સાથે કોંગ્રેસના ઉમેદવારોને સુશાસનની આશા સાથે આવકાર્યા હતા. ઉપરોક્ત ઉમેદવારોએ ભાવેશ્વરનગર, પટેલ કોલોની, લાલટેકરી વિસ્તાર, વિજયનગર વિસ્તારનો ડોર-ટુ-ડોર પ્રચાર આરંભતાં જ પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર, પાણી, દીવાબત્તી-સફાઇ વિ. સમસ્યાઓ ઉકેલવા કોંગ્રેસના ઉમેદવારોએ ખાતરી આપતાં કોંગ્રેસ તરફી વાતાવરણ જામ્યું છે. આગામી ચૂંટણીમાં વોર્ડ-4ના લોકો કોંગ્રેસના ઉમેદવારોને પેનલ-ટુ-પેનલ મત આપી વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત થયો હતો.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer