લાખાપરમાં ચામુંડા મંદિરે પુન: પ્રતિષ્ઠાએ વોઈસ ઓફ બારોટ સંગીત સ્પર્ધા યોજાઈ

લાખાપરમાં ચામુંડા મંદિરે પુન: પ્રતિષ્ઠાએ  વોઈસ ઓફ બારોટ સંગીત સ્પર્ધા યોજાઈ
લાખાપર (તા. અંજાર), તા. 12 : અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજ દ્વારા `વોઈસ ઓફ બારોટ' નામની હરીફાઈ આ ગામે યોજાઈ હતી. આ ગામે અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના દેવાતકા પરિવાર દ્વારા ચામુંડા માતાજીના મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા યોજાઈ હતી. તેમાં અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજ જોડાયો હતો. શાત્રોક્ત વિધિથી હવનમાં લાખાપર દેવાતકા પરિવાર સાથે જોડાયો હતો તથા રાત્રે બારોટ સમાજના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સંતવાણી યોજાઈ હતી. ભરતભાઈ બારોટ ભજન કલાકાર રજૂ થયા હતા. સંચાલન દિનેશભાઈ બારોટ લોડાઈવાળાએ સંભાળ્યું હતું. બારોટ સાઉન્ડના સથવારે બીજા દિવસે વોઈસ ઓફ બારોટ નામની હરીફાઈ યોજાઈ હતી. જેમાં અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના ઉંમર વર્ષ 25 સુધીના નાના-મોટા કલાકારોએ પોતાની કલાનાં કામણ પાથર્યાં હતાં. 16 જેટલા ભાઈ-બહેનોએ આ હરીફાઈમાં ભાગ લઈ સંગીત ક્ષેત્રે પ્રદર્શન કર્યું હતું. આ હરીફાઈમાં જજ તરીકે દીપકભાઈ બારોટ, જયેશભાઈ બારોટ, દિનેશભાઈ બારોટ, હરદેવભાઈ બારોટ, ઉમેશભાઈ બારોટએ સેવા આપી હતી. વિજેતા થયેલા માનસીબેન રાજેશભાઈ બારોટ, દેવીબેન નવીનભાઈ બારોટ, મયંકભાઈ રાજેશભાઈ બારોટને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. ભાગ લેનારાં બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ બાળકોને બારોટ સમાજના જિલ્લા કલ્યાણ અધિકારી જયંતીભાઈ બારોટ, અખિલ કચ્છ વહીવંચા બારોટ સમાજના પ્રમુખ જગદીશભાઈ જીવરામભાઈ બારોટ, ચંદ્રવંશી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ અર્જુનભાઈ બારોટ, અધ્યક્ષ અરવિંદભાઈ જીવણભાઈ, માજી પ્રમુખ નારણભાઈ ભચુભાઈ બારોટ, સમાજ આગેવાનો જગદીશભાઈ બારોટ, રસિકભાઈ બારોટ, સમાજના ભુવા નાગદાનભાઈ બારોટ તથા મુખ્ય મહેમાન ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, લાખાપર ગામના સરપંચ તથા સમાજના આગેવાનો દ્વારા સરકારી કર્મચારીઓ અને હોદેદારોનું સન્માન યોજવામાં આવ્યું હતું. વોઈસ ઓફ બારોટ કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ બારોટ તથા ઉમેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. અરવિંદભાઈ અમૃતલાલભાઈ બારોટ, જિગરભાઈ મહેશભાઈ બારોટ, પલરાજભાઈ કાનજીભાઈ બારોટ, રમેશભાઈ જીવણભાઈ બારોટ, પપ્પુભાઈ જીવણભાઈ બારોટ, ખોડીદાનભાઈ બારોટ, શાંતિલાલભાઈ બારોટ તથા લાખાપર દેવાતકા પરિવારના યુવાનો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer