નૂતન રામમંદિર માટે ગાંધીધામ લોહાણા પરિષદે 10 લાખ આપ્યા

નૂતન રામમંદિર માટે ગાંધીધામ  લોહાણા પરિષદે 10 લાખ આપ્યા
ગાંધીધામ, તા. 22 : અહીંની નૂતન લોહાણા મહાજન વાડી, (ભારતનગર) ખાતે યોજાયેલી બેઠકમાં રામમંદિર નિર્માણ માટે રૂા. 10 લાખ એકત્ર થયા હતા. લોહાણા મહાજન પરિષદના ઉપપ્રમુખ કે.સી. ઠક્કરની આગેવાની હેઠળ રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે દાતાઓ દ્વારા 10 લાખ એકત્ર થતાં આ ફંડનો ચેક લોહાણા મહાપરિષદ દ્વારા મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને મોકલી અપાયો હતો. આ પ્રસંગે લોહાણા મહાપરિષદના ઉપપ્રમુખ કે.સી. ઠક્કર, શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ પંકજભાઈ માણેક, ગાંધીધામ લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ પાંચાણી, મંત્રી સુરેશભાઈ, શ્રી વાગડ રઘુવંશી લોહાણા પરિવાર, ગાંધીધામના પ્રમુખ ધીરુભાઈ રતાણી, ટ્રસ્ટીઓ મોહનભાઈ રાજદે, શામજીભાઈ સચદે, નવીનભાઈ, મંત્રી દેવેન્દ્રભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ મિરાણી, જયેશભાઈ રૂપારેલ, યુવક મંડળના પ્રમુખ મયૂરભાઈ સાયતા, ભરતભાઈ મિરાણી, ભરતભાઈ રૈયા, રવિભાઈ, લોહાણા કોમ્યુનિટી ટ્રીના હરિભાઈ રૂપારેલ, ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ પ્રભુભાઈ રાજદે, અરવિંદભાઈ કતિરા, રસિકભાઈ વગેરે હાજર રહ્યા હતા. આર.એસ.એસ.ના માવજીભાઈ સોરઠિયા અને નારાણભાઈ ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer