કોરોનાના 10 પોઝિટિવ કેસ
ભુજ, તા. 22 : કચ્છમાં કોરોનાના ઘટતા રહેલા આંકે હાશકારો ઊભો કર્યો હતો પણ તે ઠગારો નીવડયો છે. રવિવારે 11 બાદ સોમવારે 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજમાં 3 ગ્રામ્યમાં 1, અંજારમાં એક ગ્રામ્યમાં એક, ગાંધીધામ અને માંડવીમાં બબ્બે કેસ નોંધાયા છે. સ્વસ્થ થયેલા ચારમાં ભુજના ત્રણ અને એક લખપતના દર્દી સાજા થઈ ઘેર પરત ફર્યા હતા. કુલ્લ પોઝિટીવ કેસનો આંક 4545 થઈ ગયો છે. તો એક્ટિવ કેસ પણ 60 થઈ ગયા છે. આમ કચ્છમાં ચૂંટણીના જામેલા માહોલ વચ્ચે માસ્કની અને દૂરીની વાત સાવ વિસરાઈ ગયેલી નજરે પડે છે. જે કોરોનાના સંક્રમણ વધારવા જોખમી બની શકે છે.