28 ફેબ્રુઆરીથી ઈન્દોર-ગાંધીધામ સાપ્તાહિક ટ્રેન શરૂ
ગાંધીધામ, તા. 22 : પશ્ચિમ રેલવે દ્વારા અનલોકના તબક્કામાં કચ્છથી આવતી-જતી લગભગ ટ્રેનો શરૂ કરી દેવાઈ છે, ત્યારે આગામી 28 ફેબ્રુઆરીથી કચ્છ અને મધ્યપ્રદેશ વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવા નિર્ણય લેવાયો છે. રેલવેનાં સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, ઈન્દોર-ગાંધીધામ (09336) 28 ફેબ્રુઆરીથી દર રવિવારે રાત્રે 11.30 વાગ્યે ઈન્દોરથી રવાના થઈ, બીજે દિવસે બપોરે બે વાગ્યે ગાંધીધામ પહોચશે. એ જ રીતે, ગાંધીધામ-ઈન્દોર (09335) 1 માર્ચથી દર સોમવારે ગાંધીધામથી સાંજે 6.15 વાગ્યે રવાના થઈ, બીજા દિવસે સવારે 8.55 વાગ્યે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં વિરમગામ, અમદાવાદ, નડિયાદ, ગોધરા, દાહોદ, રતાલામ, ઉજ્જૈન, દેવાસ ખાતે ઊભી રહેશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના આરક્ષિત કોચ હશે. રીઝર્વેશન 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે.