સુખપરની પરિણીતાના ખૂન કેસમાં સગીર દીકરી ઉપરાંત અન્ય બે આરોપીઓ પૈકીના એકના જામીન મંજૂર

ભુજ, તા. 22 : ગત તા. 30-9-20ના ધોળા દિવસે સુખપરમાં પરિણીતા વિજ્યાબેન પ્રવીણભાઇ ભુડિયા (ઉ.વ. 39)નું તેનાં જ ઘરે તેના ગળાંના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી અને માથાંમાં ગંભીર ઇજા પહોંચાડી ખૂન થયું હતું. આ ચકચારી પ્રકરણમાં પોલીસ તપાસમાં હતભાગી વિજ્યાબેનની સગીર વયની પુત્રી ઉપરાંત સુનિલ ઉર્ફે સોનુ કિશોર જોશી અને આનંદ જગદીશ સુથારને આરોપી ગણી જ્યુડિશીયલ કસ્ટડીમાં લીધા બાદ ચાર્જશીટ થઇ જતાં આ આરોપીઓ પૈકીના સુનિલ ઉર્ફે સોનુએ સેશન્સ અદાલતમાં નિયમિત જામીન અરજી કરતાં તેના જામીન મંજૂર થયા છે. આ કેસમાં આરોપી પક્ષે વરિષ્ઠ ધારાશાત્રી પ્રકાશચંદ્ર પી. જાની, હેમાબેન પી. જાની તથા સંતોષસિંહ આર. રાઠોડ હાજર રહ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer