ધ વોલ ચેતેશ્વરે સાદગીથી જન્મદિન મનાવ્યો
રાજકોટ, તા. 2પ : ટીમ ઇન્ડિયાની ધ વોલ અને યોદ્ધા ચેતેશ્વર પુજારાએ આજે અહીં તેનાં નિવાસસ્થાને પરિવારજનો સાથે સાદગીથી તેનો 33મો જન્મદિન મનાવ્યો હતો. પુજારા હવે આવતીકાલ મંગળવારે ચેન્નાઈ જવા રવાના થશે. પુજારાના જન્મદિનના મોકા પર ટીમ ઇન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલીએ શુભેચ્છા આપતા કહ્યંy કે આપ વધુ ને વધુ સમય ક્રિઝ પર સમય પસાર કરો. આ ઉપરાંત બીસીસીઆઇ, આઇસીસી અને અન્ય સાથી ખેલાડીઓએ ચેતેશ્વર પુજારાને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ઓસ્ટ્રેલિયા સામેની 2-1ની જીતમાં પુજારાએ ફરી એકવાર દીવાલની ભૂમિકા નિભાવી હતી.