ગાંધીધામમાં યોજાઈ સૌંદર્ય હરીફાઈ

ગાંધીધામમાં યોજાઈ સૌંદર્ય હરીફાઈ
ગાંધીધામ,તા.25: અહીંના વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વારા સૌંદર્ય સ્પર્ધા 2021નું આયોજન કરાયું હતું. ફાઈનલ રાઉન્ડના અંતે જુદી-જુદી ચાર કેટેગરીમાં ચાર વિજેતાઓના નામ જાહેર કરાયા હતા. વિજેતાઓ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની અન્ય સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ હરીફાઈના ફાઈનલ રાઉન્ડના ઉદઘાટન વેળાએ તુલસી સુઝાન,બલદેવ આહીર સહિતનાને હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. ચાર વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં મિસ ટીન એવોર્ડ વિશ્વા વરૂએ, મિસ કચ્છ એવોર્ડ માન્યા ગોસ્વામી ,મિસીસ કચ્છનો એવોર્ડ કમલા સાદીયા, મિ.કચ્છ એવોર્ડ અનિરુધ્ધસિંહ ઝાલાએ મેળવ્યો હતો. મિસ ટીન હરીફાઈમાં ધ્રુવી ગોયલ,ખુશી મેધાણી,મિસ કચ્છ હરીફાઈમાં પ્રાંજલી શર્મા, યાશીકા દાસવાણી, મિસીસ કચ્છ સ્પર્ધામાં દીપા મોટવાણી, રીતુ ગોયલ, મિ. કચ્છ હરીફાઈમાં વિજય આહીર, અરૂણ ડાભી અનુક્રમે રનર્સ અપ રહ્યા હતા. સંસ્થા ધ્વારા આયોજીત આ હરીફાઈનું પ્રથમ ઓડિશન યોજાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પસંદગી પામેલા સ્પર્ધકો ગ્રુમીંગ સેશસનમાં પહોંચ્યા હતા. આ વેળાએ કિરણ તિર્થાણીએ હેર એન્ડ સ્કીન,રીતુ કશ્યપ એ ડાયેટ એન્ડ ન્યુટ્રીશીયન, ભાવના શર્મા એ કોન્ફીડન્સ ડેવલોપેમેન્ટ, કાશવી નાવાણી અને બ્રીજેશ મહેતાએ રેમ્પ વોક કરાવ્યુ હતું. સૌંદર્યં સ્પર્ધામાં હેરલેશ મોડલ કેતકી જાની, મિસીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2017 ખુશ્બૂ જાની, જસ્ટ બ્લાઉઝના સીઈઓ વૈશાલી શાહ, મોડલ અને કોરીગ્રાફર મુકેશ બુચીયા, મોડલ અને મિ.કચ્છ પૂર્વ એવોર્ડ વિજેતા બ્રીજેશ મહેતા રહ્યા હતા. કાર્યક્રમમાં પાબીબેન રબારીએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના ફાઉન્ડર્સ છાયા ચૌહાણ, પિન્કી આહીર, પ્રમુખ અસ્મિતા બલદાણીયા ,પ્રોજેકટ પર્સન મીનાક્ષી ત્યાગી, કશ્વી નાવાણીએ કર્યું હતું. આયોજનને સફળ બનવવા માટે પ્રિયા વોરા, રતન સીજુ,પલ્લવી શશીધરને સહકાર આપ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer