સુખપરના સગીરા અપહરણ કેસના આરોપીના જામીન મંજૂર
ભુજ, તા. 25 : માનકૂવા પોલીસ મથકમાં ગત તા. 13-1ના સુખપરના મહેશ ઉર્ફે ભૂરો જયંતી લોંચા વિરુદ્ધ લગ્નની લાલચ આપી, ફોસલાવીને સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. આ કામના આરોપી મહેશ લોંચાની પોલીસે ધરપકડ કરી કોર્ટ હવાલે કર્યા બાદ ભુજની સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ થતાં બીજા અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવી દ્વારા બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી મંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે કિશોર પટેલ તથા મયૂર પુરોહિત હાજર રહ્યા હતા.