વધુ 12 કોરોના સંક્રમિત થયા : 26 દર્દી ચેપમુક્ત
ભુજ, તા. 13 : મંગળવારે 69 દિવસ બાદ કચ્છમાં કોરોનાના કેસનો આંકડો એકલ આંકમાં પહોંચ્યા બાદ બુધવારે ફરી નવા પોઝિટિવ કેસનો આંક વધારા સાથે બેવડા આંકમાં પહોંચ્યો હતો. નવા 12 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 4265 પર પહોંચ્યો હતો. સક્રિય કેસ 200થી નીચા આંકે પહોંચ્યા હતા.આરોગ્ય વિભાગની યાદી અનુસાર 26 દર્દી સાજા થતાં ચેકમુક્ત થયેલા દર્દીઓનો કુલ આંક 3955 પર પહોંચ્યો છે. સક્રિય કેસ ઘટીને 188 પર પહોંચ્યા છે. જિલ્લામાં સૌથી વધુ 8 કેસ ભુજ શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા. શહેરી વિસ્તારમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. ભુજ શહેરમાં ર તો ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગાંધીધામ શહેરમાં ર, રાપર શહેરમાં 1, અંજાર ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા હતા.મૃત્યુઆંક વધુ એક દિવસ 81 પર અટકેલો રહ્યો હતો. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા પણ વધીને 1090 પર પહોંચી ગઈ છે. કોરોના રિકવરી રેટ વધીને હવે 93 ટકની નજીક પહોંચ્યો છે.