ગુજરાત વર્ચ્યુઅલ શાળા પરીક્ષામાં માતૃછાયાની છાત્રાઓ ઝળકી
ભુજ, તા. 13 : સમગ્ર શિક્ષા, ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એક્ઝામ પોર્ટલ અંતર્ગત દર શનિવારે યોજાતી ઓનલાઇન પરીક્ષામાં માતૃછાયાની 14 દીકરીએ રાજ્યકક્ષાએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિનીઓ કુ. વૈદેહી શાહ (ભૌતિકશાત્ર), કુ. કેજલ ઠક્કર (આંકડાશાત્ર)માં પ્રથમ અને કુ. વિધિ ઠક્કરે (આંકડાશાત્રી)માં સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત કુલ 11 દીકારીઓએ જુદા-જુદા વિષયોમાં ટોપ ટેનમાં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનભાઇ પ્રજાપતિ, ટ્રસ્ટી મધુભાઇ સંઘવી, નલિનીબેન શાહ અને શાળા આચાર્યા સુહાસબેન તન્નાએ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.