માંડવીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની ફિરકીઓ સાથે વેપારી પકડાયો : ગુનો નોંધાયો
ભુજ, તા. 13 : ઉત્તરાયણ પર્વ અનુસંધાને ચાઇનીઝ બનાવટના દોરા વાપરવાની મનાઇ હોવા છતાં આ પ્રકારના દોરાની ફિરકીઓનું વેચાણ કરતા માંડવીના શબ્બીર હુશેન વોરા નામના વિક્રેતાને પકડી પાડી પોલીસે તેની સામે જાહેરનામાં ભંગ સહિતની કલમો તળે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ માંડવી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ ગઢવીએ ગઇકાલે મોડીસાંજે માંડવીમાં મચ્છીપીઠ વિસ્તારમાં આ દરોડો પાડયો હતો. જેમાં વેપારી શબ્બીર વોરા પાસેથી રૂા. 1500ની કિંમતની પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરીની ફિરકીઓ સાથે પકડાયો હતો. ગુનો નોંધ્યા બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.