અંજારની બે વાડીમાંથી સોલારના 89 હજારના કેબલ તફડાવાયા

ગાંધીધામ, તા. 13 : અંજારની સીમમાં આવેલી બે વાડીમાં લાગેલા સોલારના જુદા જુદા એસ.કયુ.એમ.એમ.ના 2863 મીટર વાયર  કિંમત રૂ.89,100ની નિશાચરો ચોરી કરીને નાસી ગયા હતા.ગાંધીધામના સેકટર નંબર 3 માં રહેતા અને આ બનાવના ફરિયાદી સોનિશ નવીન પટેલ નામના યુવાનની બે વાડીઓમાંથી ચોરીનો આ બનાવ બન્યો હતો. અંજારની સીમમાં આવેલી તેમની સીમ સર્વે નંબર 255-1માં ગત. તા.7-1ની રાત્રિ જયાં ચોરીનો બનાવ બન્યો હતો. આ વાડીમાં ઘૂસેલા તસ્કરોએ તેમાં લાગેલા સૂર્ય શકિત કિસાન યોજનાના સોલારના ઈન્વર્ટરથી  સોલાર પ્લેટ બાજુ જતાં 4 એસ.કયુ એમ.એમ.ના 1500 મીટર તથા 70 એસ.કયુ. એમ.એમ.ના 5   મીટર વાયરની ચોરી કરી નાસી ગયા હતા. બાદમાં આ જ ફરિયાદીની સીમ સર્વે નંબર 244-2માં વાડીમાં તસ્કરો તા. 9-1ના ત્રાટકયા હતા અને તેમાંથી 4 એસ.કયુ.એમ.એમ.નો 1350 તથા 35 એસ.કયુ.એમ.એમ નો 8 મીટર એમ બે વખત બનેલા આ બનાવમાં આ યુવાનની વાડીઓમાંથી 2863 મીટર વાયર કિંમત રૂ.89,100 ની તફડંચી કરીને તસ્કરો નાસી ગયા હતા.અગાઉ પણ ચોરીના આવા બનેક બનાવો બન્યા છે પણ પોલીસને અનેક બનાવોમાં હજુ સફળતા મળી નથી. અંજાર અને ગાંધીધામમાં આવેલા અમુક ભંગારના વાડાઓ ઉપર પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આવા તસ્કરો પોલીસના હાથમાં આવશે નહીં તેવી ચર્ચા માહિતગાર સૂત્રોમાં થઈ રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer