નવાગામમાં ત્રાટકી પોલીસે પાંચ જુગારી ઝડપી લીધા
ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાના નવાગામ નજીક જાહેરમાં જુગાર ખેલતા પાંચ શખ્સની અટક કરી પોલીસે રૂા.10,230 જપ્ત કર્યા હતા. નવાગામથી ખેંગારપર બાજુ જતા રોડ ઉપર આવેલા ચણિયાવાળા છેલા પાસે બાવળની ઝાડીમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે દુધઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં જાહેરમાં પત્તા ટીંચતા પ્રકાશ ઉર્ફે મુકેશ જીવણ પિતરિયા (સથવારા), હનિફ આમદ હોડા, લાલજી રણછોડ મનાણી (સથવારા), અમિન ઓસ્માણ કટિયા અને ડાડા સધિક કટિયા નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 10,230 હસ્તગત કરવામાં આવ્યા હતા.