ભુજમાં ધાર્મિક સંસ્થાનું સાત લાખની કિંમતનું વાહન ચોરાયું

ભુજ, તા. 13 : શહેરમાં ભાનુશાલી નગર સ્થિત નિર્મળાસિંહની વાડી ખાતેના સ્વામીનારાયણ મંદિરની માલિકીનું રૂા. સાત લાખની  કિંમતનું વાહન કોઇ તસ્કરો ચોરી જતા આ બાબતે પોલીસ ફરિયાદ લખાવાઇ હતી.આ બાબતે અત્રેના બી. ડિવિઝન પોલીસ મથકમાં સંસ્થાના ધર્મેશ યશેષ જણસારી દ્વારા લખાવાયેલી આ ફરિયાદ અનુસાર ગત તા. આઠમીના સાંજથી ગઇકાલે સવાર સુધીમાં આ વાહન ચોરી જવાયું હતું. રૂા. સાત લાખનું આ વાહન ભાનુશાલી નગર મંદિર નજીકથી ચોરી જવાયાનું લખાવાયું છે. સહાયક ફોજદાર યશવંતદાન ગઢવીએ બનાવની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer