ભુજમાં 45 લાખના ખર્ચે ગંદાં પાણી નિકાલ, ફરી ઉપયોગ પ્લાન્ટ ધ્યાનાકર્ષક

ભુજમાં 45 લાખના ખર્ચે ગંદાં પાણી નિકાલ, ફરી ઉપયોગ પ્લાન્ટ ધ્યાનાકર્ષક
ભુજ, તા. 12 : કચ્છમાં પાણી અછતના પ્રશ્નના નિવારણ માટે ભુજ શહેર ખાતે નગરપાલિકા અંતર્ગત ચાલતી રાજીવ આવાસ યોજના હેઠળ શહેરના રામદેવનગર વિસ્તારમાં વિકેન્દ્રિત ગંદાં પાણીના નિકાલ માટે પ્લાન્ટ હુન્નરશાળા ફાઉન્ડેશન અને કરી સ્ટોન ફાઉન્ડેશનની મદદથી 45 લાખના ખર્ચથી બનાવાયો છે, જે ઓક્ટો. '20થી કાર્યરત છે. રામદેવનગર વિસ્તારમાં ઉપરોક્ત યોજનાના 116 આવાસોમાં ગ્રે વોટરને રિસાઇકલ કરી ફરી ઘરવપરાશ માટે લેવામાં આવે છે, જે પાણીનો ઉપયોગ નોન પોર્ટેબલ ઘરવપરાશ તથા ઘરની આસપાસ સુશોભન માટે ઉછેરવામાં આવેલા નાના છોડ?તથા વૃક્ષોની સિંચાઇ માટે કરવામાં આવે છે. પ્લાન્ટને રામદેવનગર વિસ્તારની કુદરતી લાક્ષણિકતાને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવ્યો છે તથા આ પ્લાન્ટ ગ્રેવિટેશનલ ફોર્સથી કાર્યરત છે. વધુમાં આ પ્લાન્ટનો અંદાજિત ખર્ચ આશરે 45 લાખ રૂપિયા થયો હતો. જેમાં પ્લાન્ટ સાથે સંલગ્ન ડ્રેનેજ લાઇન સેપ્ટિક ટેન્ક, કલેક્શન ટેન્ક અને ટ્રીટેડ વોટર ટેન્કને પણ આવરી લેવાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer