ધર્મસત્તા-રાજ્યસત્તાનો સમન્વય ભારતને વિશ્વગુરુ બનાવશે

ધર્મસત્તા-રાજ્યસત્તાનો સમન્વય ભારતને વિશ્વગુરુ બનાવશે
ભુજ, તા. 12 : રાષ્ટ્રવંદના મંચ ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ વિભાગનો સંતમિલન સમારોહ યક્ષ મંદિર, માધાપર ખાતે યોજવામાં આવ્યો હતો. આધુનિક ભારતની રાજ્યવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન, ભૂમિકા, સમસ્યાઓનું નિરાકરણ?અને ભાવિ સંકેત - આ વિષય પર રાષ્ટ્રવંદના મંચે આ આયોજન હાથ ધર્યું હતું. પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારાની ઉપસ્થિતિમાં કચ્છ વિભાગના સંતો, મહંતો સાથે પરિસંવાદમાં રાજ્યસત્તા અને ધર્મસત્તા કદમથી કદમ મિલાવી દેશને  વિશ્વગુરુ - મહાસત્તા બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમના આરંભે સંતો, મહંતોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ ડો. કે. એસ. સિંધવએ સમજાવી હતી. આ સંતો, મહંતોએ ઉપસ્થિત રહી હિન્દુ ધર્મ વિશે ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. હિન્દુ ધર્મ અનાદિકાળથી અસ્તિત્વમાં છે. હિન્દુ ધર્મની રક્ષા માટે અનેક સંતો, મહંતો અને યુગપુરુષોએ બલિદાન આપ્યાં છે. તેમને આ તકે યાદ કરવામાં આવ્યા હતા. હાલના સમયમાં વૈદિક સંસ્કૃતિના ઉત્થાનમાં સક્રિય યોગદાન આપવા સંતોએ અપીલ કરી હતી. રાષ્ટ્રવંદના મંચના પ્રદેશ પ્રમુખ ડી.જી. વણઝારા, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના સંયોજક ગોપાલ ભુવા, પૂર્વ કચ્છના ડો. સિંધવ,  પશ્ચિમ કચ્છના નીલ ભટ્ટ, શશિકાંતભાઇ પટેલ, શરદભાઇ ભટ્ટ, ચેતન ઠક્કર, નવીનભાઇ વ્યાસ, કુંદન રાજગોર, શંભુભાઇ આહીર, રઘુવીરસિંહ જાડેજા, હરિ આહીર, રમેશસિંહ સોઢા, પ્રજ્ઞેશ ચોથાણી, કમલેશ ઠક્કર તથા રામગિરિબાપુ ગાઝિયાબાદવાળાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છથી લગભગ 150 સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કે. એસ. સિંધવે કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી અને સર્વ સેવા સંઘના અધ્યક્ષ તારાચંદભાઇ છેડા,  જાણીતા કલાકાર શરદભાઇ ભટ્ટ તથા નીલ?શરદ ભટ્ટ (વડોદરા)ની ટીમે સહયોગ આપ્યો હતો. હિન્દુ વાહિની ટીમના સભ્યો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠનના સભ્યોએ સહયોગ આપ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer