ભુજમાં ઉત્તરાયણ અન્વયે બાળકોને પતંગને સંલગ્ન સામગ્રીનું વિતરણ

ભુજમાં ઉત્તરાયણ અન્વયે બાળકોને પતંગને સંલગ્ન સામગ્રીનું વિતરણ
ભુજ, તા. 12 : મકરસંક્રાંતિ તહેવાર બાળકો આનંદથી ઊજવી શકે તેવા હેતુ સાથે આજે ભુજમાં બાળકોને પતંગ-ફીરકી-ચીકીનાં વિતરણ?સાથે અલ્પાહાર કવિતા (મીરાં) સચદેની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. સત્યમ સંસ્થા અને તાનારીરી  મહિલા મંડળના સંયુકત ઉપક્રમે પૂર્વ નગરપતિ અને દાતા તથા ધારાશાત્રી શંકરભાઇ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સત્યમ સંસ્થાના દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ધારાશાત્રી શંકરભાઇએ જણાવ્યું હતું કે, બાળકો મકરસંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા (મીરાં) સચદેની સ્મૃતિમાં દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઇ અંતાણી, નર્મદાબેન ગામોટ, દક્ષાબેન બારોટ, હેતલબેન પરમાર તેમજ અન્યો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer