અંજારના ગોવર્ધન પર્વતના વિકાસ માટે દોઢ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઇ

અંજારના ગોવર્ધન પર્વતના વિકાસ માટે દોઢ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરાઇ
અંજાર, તા. 12 : શહેરના પાદરે આવેલા સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા નિર્મિત ગોવર્ધન પર્વતને પ્રવાસધામ તરીકે વિકસાવવાના ભાગરૂપે કચ્છી મંત્રી વાસણભાઇ જી. આહીર દ્વારા રૂા. 1.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટમાંથી રૂા. 25 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ, રૂા. 10 લાખના ખર્ચે એલ.ઇ.ડી. લાઇટ, રૂા. 15 લાખના ખર્ચે બાકડા તથા રમત ગમતના સાધનો, રૂા. 40 લાખના ખર્ચે કંપાઉન્ડ વોલ, રૂા. 15 લાખના ખર્ચે તળાવનો વિકાસ, રૂા. 10 લાખના ખર્ચે જાહેર શૌચાલય, રૂા 10 લાખના   ખર્ચે ફૂડઝોન, રૂા. 10 લાખના ખર્ચે પાણીની ટાંકીની સુવિધા થશે.તેના આયોજન માટે આખરી ઓપ આપવાના ભાગરૂપે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રાજ્ય મંત્રી વાસણભાઇ જી. આહીરની સૂચનાથી જિલ્લા આયોજન અધિકારી જે.કે. ચાવડા, રીસર્ચ ઓફિસર પી.બી. ચાવડા, નોડેલ ઓફિસર એન.એ. પઢિયાર, નાયબ કલેકટર વી.કે. જોશી, કચ્છ આહીર મંડળના પ્રમુખ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર, મામલતદાર એ.બી. મંડોરી, આર્કીટેક મિતુલભાઇ (ભુજ) અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઇ આર. શાહ, અંજાર તાલુકા યુવા ભાજપ પ્રમુખ રણછોડભાઇ વાસણભાઇ આહીર, અખિલ ગુજરાત કામદાર સંઘના ઉપપ્રમુખ ગોપાલભાઇ માતા, મહાદેવાભાઇ બત્તા, વિક્રમભાઇ આહીર, પપ્પુભાઇ, વિરડા, કાનજીભાઇ કારા, માવજીભાઇ (રતનાલ), અરજણભાઇ કરશનભાઇ માતા વગેરેએ ગોવર્ધન પર્વત ખાતે રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સૌએ અંજારના સચ્ચિદાનંદ મંદિરની મુલાકાત લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer