કચ્છ યુનિ.નાં મદદ. પ્રાધ્યાપક રિટેલ બિઝનેસમાં પીએચ.ડી. થયા

ભુજ, તા. 12 : કચ્છ યુનિવર્સિટનાં જ વિદ્યાર્થી અને હાલે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગનાં મદદનીશ પ્રાધ્યાપક સોમિયા દર્શન અજાણીએ ભારત અને વિદેશની રિટેલ બજારોમાં ડિજિટલ યુગમાં સુધારા વિશે અભ્યાસ પર ડોક્ટર ઓફ ફિલોસોફી (પીએચ.ડી.)ની ઉપાધિ હાંસિલ કરી છે. ડો. સોમિયાએ કચ્છ યુનિ.ના કોમર્સ વિભાગના ડીન ડો. પુરુષોત્તમ એસ. હીરાણીનાં માર્ગદર્શન હેઠળ `અ સ્ટડી ઓન ન્યૂ ફ્રન્ટીયર ઓફ કોમર્સ ઇન ડિજિટલ એરા ફોકસિંગ ઓન અ કમ્પેરેટિવ એનાલિસીસ ઓફ રિસ્ટ્રકચરિંગ રિટેઇલ બિઝનેસ ફોરમેટસ ઇન ઇન્ડિયન એન્ડ ફોરેઇન માર્કેટ' પર સંશોધનાત્મક નિબંધ તૈયાર કર્યો હતો. ગુજરાત યુનિ.ના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. એચ.સી. સરદારે તેને પુસ્તક રૂપે બહાર પાડવાનું સૂચન કર્યું છે. ડો. સોમિયા એ સૂરમંદિર સિનેમાના પ્રોપરાઈટર અને બીએપીએસ સંસ્થાના આગેવાન જનકભાઇ અજાણીના પુત્રવધૂ છે તેમજ જેન્તીભાઇ નરશી અનમનાં પુત્રી થાય.