સૂર્યથી 100 અબજ ગણો મોટો આખેઆખો બ્લેક હોલ ગાયબ !
ન્યુયોર્ક, તા.12 : એક આશ્ચર્યજનક ઘટનામાં સૂર્યથી 100 અબજ ગણો મોટો બ્લેક હોલ ગાયબ થઈ જતાં વૈજ્ઞાનિકો તેની શોધખોળમાં લાગ્યા છે. ગાયબ થયેલા બ્લેક હોલને શોધવા વર્ષ 1999થી ર004 સુધીના ડેટાનું આંકલન કરવામાં આવી રહ્યંy છે. અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસા આ ગાયબ થયેલા બ્લેક હોલને શોધવા માટે નાસાની ચંદ્ર એક્સ રે ઓર્બ્ઝવેટરી અને હબલ સ્પેસ ટેલીસ્કોપનો ઉપયોગ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ અતોપતો લાગ્યો નથી. બ્લેક હોલ અંતરિક્ષમાં એવી જગ્યા છે જ્યાં ભૌતિક વિજ્ઞાનનો કોઈ નિયમ લાગુ પડતો નથી. તેનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એટલું શક્તિશાળી હોય છે કે તેના ખેંચાવથી કોઈ બચી ન શકે. એટલે સુધી કે પ્રકાશ પણ તેમાં ખેંચાયા બાદ બહાર નીકળી શકતો નથી. ગાયબ થયેલો બ્લેક હોલ ગેલેક્સી (આકાશગંગા) કલ્સ્ટર એબેલ રર61માં હોવો જોઈતો હતો પરંતુ તે ત્યાં નથી. ગેલેક્સી કલસ્ટર એબેલ રર61નું અંતર પૃથ્વીથી આશરે ર.7 અબજ પ્રકાશ વર્ષ છે. એક પ્રકાશ વર્ષનું અંતર 9 લાખ કરોડ કિમી હોય છે. પ્રકાશ વર્ષનો ઉપયોગ તારાઓ અને આકાશગંગાઓ વચ્ચેનું અંતર માપવા માટે થાય છે. પ્રત્યેક ગેલેક્સીનાં કેન્દ્રમાં એક વિશાળ બ્લેક હોલ હોય છે. જેનું વજન સૂર્યના હિસાબે અબજો ગણુ વધુ હોય છે. અમેરિકાની મિશિગન યુનિ.ના સંશોધકોની ટીમના જણાવ્યા અનુસાર એબેલ રર61માં બ્લેક હોલ ન હોવાને કારણે તેનું ગેલેક્સી સેન્ટર બહાર ચાલ્યું જવું પણ હોઈ શકે છે. બે નાની આકાશગંગા એકબીજામાં મર્જ થઈ મોટી ગેલેક્સી બની હોઈ શકે છે. જેથી બ્લેક હોલ દેખાતો ન હોય.