સુખપરમાં ઘરમાં ચલાવાતો જુગારનો અડ્ડો ઝપટે : સંચાલક સાથે આઠ જબ્બે
ભુજ, તા. 12 : તાલુકાના સુખપર ગામે બાતમીના આધારે સ્થાનિક માનકૂવા પોલીસે દરોડો પાડીને જુનાવાસ વિસ્તારમાં રહેણાંકના મકાનમાં ચાલતી જુગાર રમાડવાની પ્રવૃત્તિ પકડી પાડી હતી. આ સ્થળેથી ઘરમાલિક સંચાલક સહિત આઠ ખેલીને રૂા. 10160 રોકડા સહિત કુલ રૂા. 47660ની માલમત્તા સાથે પકડી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ સુખપરમાં જુનાવાસમાં નરશી જેઠાભાઇ જોગીના રહેણાંકના મકાન ખાતે આ દરોડો પડાયો હતો. જેમાં આ સંચાલક ઘરમાલિક ઉપરાંત સુખપરના બાબુ મમુ બારોટ, રામજી શિવજી ભુવા, મિરજાપર ગામના જરાર ઇબ્રાહીમ નોડે, સુખપરના મનજી માવજી વરસાણી, કરશન ચોથારામ ભટ્ટ, કનુભા મુળુભા સોઢા અને રાજુભા વજાજી વાઘેલાને