નર્મદા યોજનાના વિલંબથી કચ્છના ખેડૂતોને વર્ષે 400 કરોડની આવકનો ફટકો
ભુજ, તા. 12 : કચ્છમાં નર્મદાના વધારાના નીર સહિતના વિવિધ પ્રશ્નો તત્કાળ ઉકેલવા કચ્છ નર્મદા જળ અભિયાને મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું છે કે કચ્છના ખેડૂત 10 હજાર એકર સિંચાઈ સામે દર વર્ષે રૂા. 1500 કરોડની આવક ગુમાવી રહ્યા છે. તેમ આગામી બજેટમાં રૂા. પ હજાર કરોડ ફાળવવા માંગ કરી છે. કચ્છ નર્મદા જળ અભિયાનના મહામંત્રી અશોકભાઈ મહેતાએ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું હતું કે, કચ્છ બ્રાન્ચ કેનાલનાં કામોનાં ટેન્ડર બહાર પાડીને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા શરૂ થયેલાં કામો 14 વર્ષે પણ લક્ષ્યાંક સુધી પહોંચ્યાં નથી. અત્યારે મોડકૂબા સુધી પહોંચાડવા લગભગ 100 કિ.મી.નાં કામો બાકી છે. જમીન સંપાદન કરવાના એવોર્ડ હજુ જાહેર નહીં કરાતાં અને અધિકારીની ઢીલાશ થકી અધૂરાશો છે. ઉપરાંત ગાગોદર બ્રાંચ, વાંઢિયા બ્રાંચ, દુધઈ બ્રાંચનાં કામો કારણ વિના બાકી છે. ખેડૂત મંડળીઓની રચના થઈ નથી, આ બધાના લીધે દર વર્ષે સિંચાઈ થકી થનારી 400 કરોડથી પણ આવક ગુમાવી રહ્યા છે.વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છમાં