ઉત્તરાયણના જિલ્લામાં 10થી 15 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
ભુજ, તા. 12 : ગુરુવારે પતંગપર્વ ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી થનારી છે. કોરોનાના કારણે આ વર્ષે આ પર્વ પર કેટલાક નિયંત્રણો લાદવાની ફરજ પડી છે, તેવામાં ઉત્તરાયણના દિવસે જિલ્લામાં પવનની ગતિ સાનુકૂળ રહેતાં પતંગરસિયાઓને પતંગ ચગાવવાની મોજ પડી જશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે આ બાબતે જણાવ્યું કે, 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે જિલ્લામાં ઉત્તર-પૂર્વીય દિશાએથી સરેરાશ 10થી 15 કિ.મી.ની ઝડપે પવન