ભુજ શહેર-તાલુકાના 22 વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, તા. 12 : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ચૈતન્યધામમાં આવેલ વિવેકગર પૃથ્વીગર ગુંસાઇનું ઘર  તા.22/1 સુધી, વૈભવનગરમાં નરેન્દ્ર રામજી પિત્રોડાનું ઘર  તા.22/1 સુધી, ઓરિયન્ટ કોલોનીમાં આવેલ ઘર નં.25 (પ્રિયાંશ મુકેશ સંઘવી)નું ઘર તા.24/1 સુધી, બેંકર્સ કોલોનીમાં ઘર નં.51/એ (ધીરજભાઇ જયંતીભાઇ ગણાત્રા)નું ઘર તા.22/1 સુધી, ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં ઘર નં. 33 (ધમેન્દ્ર ભુપેન્દ્રભાઇ મહેતા)નું ઘર તા.22/1 સુધી, ઉપલીપાળ રોડ પર નાગરચકલામાં નિનાદ ધર્મવીરભાઇ ધોળકિયાનું ઘર તા.22/1 સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં દમયંતીબેન ચંદુલાલ વાયડાનું ઘર તા.22/1 સુધી, પ્રમુખસ્વામીનગરમાં  ઘર નં. 137 (દમયંતીબેન બળવંતરાય ઝાલા)નું ઘર તા. 24/1 સુધી, સહયોગનગરમાં  ઘર નં.ડીએન/48 (ડો. નિનાદ જયપ્રકાશ રાજગોર)નું ઘર તા.24/1 સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં રઘુવંશીનગરમાં ઘર નં.સી-226 (નીતાબેન દિલીપભાઇ ઠક્કર)નું ઘર તા.19/1 સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. તાલુકાના મિરઝાપર ગામે સોઢાવાસમાં હનુમાન મંદિર શેરીમાં જશોદાબેન દીપક જંગમના ઘર સહિત કિરીટાસિંહ ચતુરાસિંહ સોઢાના ઘરથી ધમેન્દ્રદાન ગિરધરદાન ગઢવીના ઘર સુધી કુલ-6 ઘરોને તા.20/1 સુધી, ભુજ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બ્લોક નં. એલ-1માં ત્રીજામાળે આવેલ ઘર નં. 202 (રોહનભાઇ ધર્મવીર ધોળકિયા)નું ઘર તા.20/1 સુધી, મણિભદ્રનગરમાં પ્લોટ નં.14 (બળદેવભાઇ માનાસિંગ ડુડિયા) નું ઘર તા.21/1 સુધી, સંસ્કારનગરમાં પડદાપીઠ હનુમાન રોડ પર પ્લોટ નં.168/1/બી (ઉષાકાંત જયંતીલાલ વ્યાસ)નું ઘર તા. 21/1 સુધી, ગણેશનગરમાં ટાવર કોલોનીમાં ધમેન્દ્રભાઇ રામકુમાર શર્મા)નું ઘર  22/1 સુધી, સંસ્કારનગરમાં અંકુર સોસાયટીમાં પ્લોટ નં.4/એ (જમનાદાસ કાનજીભાઇ ઠકકર)નું ઘર કુલ-1 ઘરને તા.22/1 સુધી, ભુજ તાલુકાના સુખપરગામે પહાડી વિસ્તારમાં જશુબેન અરજણભાઇ વાઘજિયાણીના ઘર સહિત અમરબાઇ નારણ હીરાણીના ઘરથી દેવશી લખમણ ભુવાના ઘર સુધી કુલ-5 ઘરોને તા.20/1 સુધી,  માનકુવા ગામે નવાવાસમાં વરસાણીનગરમાં ગાવિંદભાઇ લાલજીભાઇ વરસાણીના ઘરથી મમુ રાણા રબારીના ઘર સુધી કુલ-2 ઘરોને તા.23/1 સુધી, સુખપર ગામે જી.એમ.ડી.સી. વાળી શેરીમાં આવેલ નારણ કાનજી પીંડોરિયાના ઘર સહિત ગાવિંદ હરજી ધનાણીના ઘરથી મહેશગીરી ગોસ્વામીના ઘર સુધી કુલ-5 ઘરને તા.23/1 સુધી, સુખપર ગામે ઘનશ્યામનગરમાં આવેલ કાન્તિ પ્રેમજી હીરાણીના ઘર સહિત લખમણ ભીમજી વેલાણીના ઘરથી પ્રકાશચંદ્ર મણીલાલજી જોષીના ઘર સુધી કુલ-4 ઘરોને તા.23/1 સુધી, સુખપર ગામે દરબાર વાળી શેરીમાં કાંતાબેન લક્ષ્મીદાસ સોનીના ઘર સહિત માધવજી વિશ્રામ સોનીના ઘરથી રાજેશ દામજી ઠક્કરના ઘર સુધી કુલ-4 ઘરોને તા.23/1 સુધી, બળદીયા ગામે નીચલાવાસમાં ફુલેશ્વર મહાદેવ મંદિર પાસે ગોપાલ રામજી રાબડિયાનું ઘર તેમજ બાજુમાં આવેલ વાલબાઇ રામજી રાબડિયાનું ઘર કુલ-2 ઘરને તા. 23/1 સુધી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલિવરીથી તેમના ઘરે પૂરી પાડવામાં આવશે.આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડસંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનીષ ગુરવાણી દ્વારા ફરમાવેલું હોવાનું માહિતીખાતાની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer