મકરસંક્રાંતિએ સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા પક્ષી શુશ્રૂષા કેમ્પ

ભુજ, તા. 12 : અહીંના સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા આગામી મકરસંક્રાંતિના દિવસે જિલ્લામાં વિવિધ સ્થળે પતંગ-દોરાથી ઘાયલ થનારા પક્ષીઓ માટે શુશ્રૂષા કેમ્પ તેમજ જરૂરતમંદ પાંજરાપોળોમાં ઘાસ પહોંચાડવા જેવી જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવશે. મકરસંક્રાંતિએ ઉડાવાતા પતંગ પછી દોરામાં ફસાઈ જતા કબૂતર, ચકલી, પોપટ કે અન્ય કોઈ નાના-મોટા પક્ષીઓ ઘાયલ થાય તો આ પક્ષીઓની સારવાર માટે સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા વિવિધ સ્થળે સારવાર કેમ્પ તેમજ જીવદયા પ્રેમીઓના નીચે આપેલા ફોન નંબરો પર સંપર્ક કરવા જણાવાયું છે. જેમાં ભુજ (સુપાર્શ્વ જૈન સેવા મંડળ) મો. 98254 22712, 98254 90229, 98254 86252, 98256 08606, જયનગર ભુજ : વિનય સીલુ મો. 75675 83789, મહાવીર નગર ભુજ : પૃથ્વીરાજસિંહ જાડેજા મો. 99138 38887, રાવલ વિસ્તાર ભુજ : આશાપુરા મિત્ર મંડળ  રોહિત મોતા મો. 99139 30189, સુખપર : હેતન ગાંધી મો. 94290 82898, મયલ ગાંધી મો. 80000 13599, દેવપર (યક્ષ) : મલય શાહ મો. 98790 65419, અરવિંદ દરજી મો. 99259 91700, વિથોણ : શાંતિલાલભાઈ નાયાણી મો. 94288 96983, નખત્રાણા?: નીક્ષીત શાહ મો. 98791 22293, વૈરાગી મો. 94090 87597, જીત મો. 99252 00171, મુંદરા : અખેરાજસિંહ કાનજી જાડેજા મો. 94277 68015, માંડવી : વૈભવ સંઘવી મો. 94298 15666, અંજાર : મુનિસુવ્રત સેવા મંડળ : જીતુભાઈ દોશી મો. 88662 59545, વિજય વોરા મો.?98254 61001, પારસ સંઘવી મો. 97222 20793, પીયૂષ પુજારા મો. 98792 03495, આદિપુર-ગાંધીધામ કામધેનુ ગૌ-સેવા ટ્રસ્ટ : મો. 94262 51854, મો. 94084 68999, માધાપર?: જીતેન્દ્રભાઈ હિરાણી મો. 98250 51081, મહેન્દ્રભાઈ વરૂ મો. 94288 18925, ધ્રુવ વરૂ મો. 96385 42472, કુકમા : સચિનભાઈ પટેલ મો. 99980 07763, રીતેશ પોકાર મો. 97247 27757. ઉપરાંત મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે દિવસ દરમ્યાન હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દાન-પુણ્ય કરવાનો એક અતિ ઉત્તમ દિવસ છે, જે દિવસે અનેક લોકો દ્વારા ગરીબોને દાન તેમજ અબોલ પશુઓને સૂકું ઘાસ, કડબ, રંજકો વગેરેનું નીરણ કરાવાય છે તથા પશુ પક્ષીઓને ચણ વગેરે પણ નાખવામાં આવે છે, આ વર્ષે પણ સુપાર્શ્વ જૈન સેવા મંડળ, ભુજ દ્વારા ભીડ નાકા પાસે સંસ્થા દ્વારા એક ટેમ્પો રાખવામાં આવશે જેમાં લોકોને વિનંતી કે વધારાનો ચારો આ ટેમ્પોમાં આપશો જેથી અન્ય ગામોની જરૂરિયાતમંદ પાંજરાપોળોમાં પહોંચાડવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer