ગળપાદરના રાજાશાહી વખતનો પુલ જર્જરિત : મરંમતની માંગ

ગળપાદર (તા. ગાંધીધામ), તા. 12 : ગામની સાંગ નદી ઉપર રાજાશાહી વખતથી અહીંથી રેલસેવા ચલાવવા માટે પુલનું નિર્માણ થયું અને સમયાંતરે અહીંથી રેલવેલાઇન પણ કાઢી નાખવામાં આવી છે. 2001ના ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિના કારણે નવા રસ્તા બન્યા અને આ પુલની બંને બાજુથી નવો રસ્તો પણ બન્યો છે. હાલ આ પુલ બંને બાજુથી ક્ષતિગ્રસ્ત છે અને ગમે ત્યારે પડી જાય તેમ છે. અમુક લોકો પગપાળા અને બાઇક લઇને અહીંથી પસાર થાય છે. આ પુલ ગાંધીધામ હાઇવેથી શાંતિધામ, વરસામેડી કે વેલસ્પન કંપની અને અંજાર જવા નાના વાહનો માટે આશીર્વાદરૂપ થાય તેમ હોવાથી આ જર્જરિત પુલની મરંમત કરવા અથવા નવો પુલ બનાવવાની માંગ ગામના જાગૃત અગ્રણી હસમુખ?એસ. ગજ્જરે પુરાતત્ત્વવિદ્ના અધીક્ષકને પત્ર લખીને કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer