બળદિયા આઇ.ડી.બી.આઇ. બેંક કર્મીઓના નકારાત્મક વર્તનથી ગ્રાહકો પરેશાન

કેરા (તા. ભુજ), તા. 12 : ચોવીસીના સમૃદ્ધ બળદિયા ગામમાં દરેક રાષ્ટ્રીયકૃત બેંકની હાજરી છે ત્યારે બિનનિવાસી થાપણદારોને એરપોર્ટ સુધી લેવા-મૂકવા સુધીનું આકર્ષણ આપતા બેંક કર્મીઓ ગરીબ-અભણ ગ્રાહકો તરફ?ઉપેક્ષા રાખતા હોવાની ફરિયાદ ઉઠી છે.શેડાતા ગામના એક સફાઇ?કામદાર મહિલા નિરક્ષર હોવાથી તેને સ્લીપ સુદ્ધાં ન ભરી આપતાં બળદિયાની આઇ.ડી.બી.આઇ. બેંકના એક કર્મચારી સામે લીડ?બેંકમાં રજૂઆત કરાઇ હતી. લીડ?બેંકના મેનેજર જાહીર પરમારે અભણ વંચિતો સામેનું આવું વર્તન અને તોછડા બોલ યોગ્ય ન હોવાનું સ્વીકારી બળદિયા બેંકના મેનેજરનું ધ્યાન દોરવા ખાતરી પણ આપી હતી. નવી નવી બેંક શરૂ?થાય ત્યારે ખાતાનો ટાર્ગેટ પૂરો કરવા આંબા-આંબલી બતાવાઇ હતી અને હવે જ્યારે અશિક્ષિત ખાતેદારોને સ્લીપ ભરી આપવા પણ?બેંક કર્મીઓ તૈયાર નથી એ સામે ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer