પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખની વરણી

ગાંધીધામ, તા. 12 : તાજેતરમાં આમ આદમી પાર્ટીની મળેલી એક બેઠકમાં પૂર્વ કચ્છના નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી.  ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને ધારાશાત્રી રમેશભાઈ નાભાણીજી દ્વારા સર્વે સહમતીથી પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખપદે જીતેન્દ્રભાઈ ઠકકરની નિમણૂક કરાઈ હતી. આ અવસરે શ્રી ઠકકરે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરતા જોશ સાથે પાર્ટીના ઉમેદવારોને ઉતારી જીત હાંસલ કરવા તનતોડ  મહેનત કરવાની તેમણે ખાતરી વ્યકત કરી હોવાનું પ્રદેશ સહસંગઠન મંત્રી કે.કે. અન્સારીએ એક યાદીમાં જણાવ્યુ હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer