પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ બેડાંમાં પી.આઈ., પી.એસ.આઈ. નિમાયા
ગાંધીધામ, તા. 12 : રાજ્યના પોલીસવડા દ્વારા રાજયમાં 28 જેટલા પી.આઈ.ની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં એક પી.આઈ.ની પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી હતી તો 77 ફોજદારોની પણ બદલી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં નવા ફોજદારો આવ્યા હતા.રાજયમાં ગઈકાલે બિન હથિયારી 28 પોલીસ ઈન્સ્પેકટરોની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રૂરલના પી.આઈ. મહેન્દ્રસિંહ નિરૂભા રાણાની પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી હતી. આ જિલ્લામાં હજુ પણ અમુક પોલીસ મથકો ઈન્ચાર્જના હવાલે છે. ત્યારે નવા પી.આઈ. આવશે તો કામનું ભારણ ઓછું થશે તેવું પોલીસ બેડામાંથી જાણવા મળ્યું હતું. તેમજ આજે વધુ 77 પી.એસ.આઈ.ની પણ બદલી કરવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છમાં વિજય લક્ષ્મણ પરમાર, દિલુભા રામભા ગઢવી, ગિરીરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા આવ્યા હતા. તો પશ્ચિમમાં બટુકસિંહ સંગ્રામજી જાડેજા આવ્યા હતા. જયારે પશ્ચિમ કચ્છથી યોગરાજસિંહ અનિરુદ્ધસિંહ ઝાલાની બોટાદ તથા રાજેન્દ્રસિંહ ઉમેદસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી હતી.