જંગીમાં જાહેરમાં જૂગટું ખેલતા પાંચ ઝડપાયા
ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના જંગી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી રોકડા રૂપિયા 18,030 જપ્ત કર્યા હતા. જંગી ગામમાં જંગીથી પાબુદાદા રોડ ઉપર આવેલા કોળી વાસમાં ગણેશા લખાભાઈ કોળીના ઘર નજીક અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે આજે સમી સાંજે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીં પત્તા ટીંચતા સામજી મોમાયા કોળી, રાણા કાથળ આહીર (વરિયા), ભૂપત રણમલ કોળી, મંગા દેવા દાફડા અને મેરા ગણેશા દાફડા નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 18,030 તથા ચાર મોબાઈલ એમ કુલ રૂા. 23,030નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.