અંજારના એ પોલીસકર્મી પુન: ફરજ ઉપર લેવાયા

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છમાં જુદા જુદા પોલીસ મથકોમાં હાજર ન થનાર પોલીસ હેડ કોન્સ્ટેબલને પરત ફરજ ઉપર લેવામાં આવ્યા હતા.ગાંધીધામના બી ડિવિઝન અને અંજાર પોલીસ મથકે પોતાની ફરજ ઉપર હાજર ન થનારા હરગોવિંદ હેમરાજ ચૈહાણ વિરુદ્ધ થોડા સમય પહેલાં અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ હેડ કોન્સ્ટેબલે પોતાની પારિવારિક મુશ્કેલી આગળ ધરીને સ્વૈચ્છિક નિવૃત્તિની અરજ કરતાં પોલીસ  પ્રશાસને હૈયાધારણ આપી હતી અને તેમને ફરજ ઉપર લેવામાં આવ્યા હતા તેમજ ગેરહાજર સમયગાળાની બાબતે નિરાકરણ પાછળથી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer