વરનોરામાં શંકાસ્પદ માંસનો દશ કિલોનો જથ્થો ઝડપાયો : બે જણની અટક

ભુજ, તા. 4 : તાલુકાનાં વરનોરા ગામે બાતમીના આધારે પોલીસદળે જિલ્લા સ્તરેથી દરોડો પાડી ગૌમાંસ હોવાનું મનાતો માંસનો દશેક કિલો જથ્થો ઝડપી પાડયો હતો. આ પ્રકરણમાં બે જણની અટક પણ કરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વરનોરા ગામે એક મકાનમાંથી શંકાસ્પદ માંસનો આ જથ્થો મળી આવ્યો હતો. જવાબદાર મનાતા બે જણની અટક પણ કરવામાં આવી હતી. એલ. સી. બી.ના કાર્યકારી ઇન્સ્પેક્ટર એસ. જે. રાણાએ જણાવ્યું હતું કે, બનાવ બાબતે બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધ કરાવાઇ છે. કબ્જે કરાયેલા માંસના નમૂના ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી અપાયા છે, જ્યાંથી અભિપ્રાય આવ્યા બાદ આ સંબંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer