કચ્છમાં રસીનો પહેલો ડોઝ 13,515 જણને અપાશે

કચ્છમાં રસીનો પહેલો ડોઝ 13,515 જણને અપાશે
ભુજ, તા. 4 : કચ્છમાંથી કોરોનાની રસી આપવા યોગ્ય 13,515 ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓનું લિસ્ટ જિલ્લા કક્ષાએ તૈયાર કરી સરકારને મોકલી અપાયું છે. આ રસી આપવાની પ્રાથમિકતારૂપે ત્રણ તબક્કા નક્કી કરાયા છે અને સરકાર જાહેર કરશે ત્યારે આરોગ્ય કર્મચારીઓને રસીકરણ માટેની તાલીમ અપાશે. કચ્છમાંથી પ્રથમ તબક્કામાં આવરી લેવા માટે નિયત કરાયેલા 13,515 અંગેની જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે વિગતો આપતાં જણાવ્યું કે, 127 હોસ્પિટલ-સુવિધાના 10,552 સરકારી આરોગ્ય કાળજી રાખતા તબીબ અને કર્મચારી અને 332 ખાનગી હોસ્પિટલના 2963  તબીબ અને આરોગ્ય કર્મચારીઓને લિસ્ટમાં આવરી લેવાયા છે. કોવિડ રસીકરણના બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને સમાવાશે તે અંગેનો સર્વે ચાલુ છે. ત્રીજા ફેઝના રસીકરણ માટે 50 વર્ષથી નાની ઉંમરના પણ કોઈને કોઈ બીમારી હોય તેવાનો સમાવેશ કરાશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીની ઉપલબ્ધતા થયે અઠવાડિયામાં રસીકરણ કાર્યવાહી આરંભવા સંદર્ભેની તૈયારી માટે મુખ્યમંત્રી દ્વારા બેઠક યોજાઈ હતી અને જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા વગેરેને રસીની અગ્રતાવાળાઓની યાદી મગાવાઈ તેને પગલે કચ્છની યાદી તૈયાર કરી મોકલી દેવાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer