વિષમ વાતાવરણનો દોર જારી : લખપત તાલુકામાં ધુમ્મસ છવાયું

ભુજ, તા. 4 : કચ્છમાં વધુ એક દિવસ વિષમ વાતાવરણનો દોર જારી રહેવા સાથે ગરમી-ઠંડીનો બેવડો અનુભવ જળવાયેલો રહેતાં લોકો અકળાયા હતા. ભુજ, નલિયા, કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટમાં 14થી 17 ડિગ્રી લઘુતમ સામે મહત્તમ પારો 31થી 34 ડિગ્રી વચ્ચે રહેતાં રાત્રિના સમયને બાદ કરતાં ઠંડીનો ચમકારો ગાયબ જ રહ્યો હતો. દયાપરના અહેવાલ અનુસાર બબ્બે ઋતુના અનુભવના લીધે શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે. વહેલી સવારે સમગ્ર તાલુકામાં ઝાકળનું પ્રમાણ વધતાં ધુમ્મસ છવાયું હતું. સવારના ધુમ્મસભર્યું વાતાવરણ પણ વધતાં શ્વાસના દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.