સદ્ગત ધનજીભાઇએ કચ્છમાં પણ સેવાકાર્યોની સુવાસ ફેલાવી હતી

સદ્ગત ધનજીભાઇએ કચ્છમાં પણ સેવાકાર્યોની સુવાસ ફેલાવી હતી
મુંબઇ, તા. 3 : હૈદરાબાદના કચ્છી-ગુજરાતી સમાજના આગેવાન એવા મૂળ માંડવી તાલુકાના નવાવાસના ધનજીભાઇ લખમશી સાવલાનું 90 વર્ષની વયે અવસાન થતાં ઘેરો શોક ફેલાયો હતો. સદ્ગત ધનજીભાઇએ કચ્છમાં પણ સેવાકાર્યની સુવાસ ફેલાવી હતી. હૈદરાબાદને કર્મભૂમિ બનાવનારા ધનજીભાઇએ હૈદરાબાદમાં કચ્છી ભવનના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા સાથે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રતનવીર કુદરતી ઉપચાર કેન્દ્ર, ભોજાય હોસ્પિટલ મધ્યે રતનવીર આંખની હોસ્પિટલમાં માતબર રકમનું અનુદાન આપ્યું હતું. રાજસ્થાનમાં પણ નેત્ર ચિકિત્સા હોસ્પિટલના નિર્માણમાં પણ તેમના પરિવારનો આર્થિક સહયોગ રહ્યો હતો. વડાપ્રધાન મોદી હૈદરાબાદ આવ્યા ત્યારે અહીંના કચ્છી-ગુજરાતી સમાજની ચાલતી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. 2000ની સાલમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ કલીન્ટને પણ સદ્ગત ધનજીભાઇને અભિનંદન પાઠવ્યા હતા. તેમના અવસાન બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડા, રતનવીર કુદરતી ઉપચાર કેન્દ્રના ડાયરેકટર હેમંત રાંભિયાએ આત્મીય જન ગુમાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer