લખપતના ગુરુદ્વારામાં ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી મુલતવી

લખપતના ગુરુદ્વારામાં ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી મુલતવી
દયાપર (તા. લખપત), તા. 4 : શીખ સંપ્રદાયના પ્રસિદ્ધ ઐતિહાસિક લખપત ગુરુદ્વારમાં દર વર્ષે 23, 24, 25 ડિસેમ્બરે યોજાતું શ્રી ગુરુનાનકજી પ્રકાશ પર્વ આ વખતે કોરોના મહામારીમાં નહીં યોજાય તેવું લખપત ખાતે બેઠકમાં નક્કી કરાયું હતું. લખપત ગુરુદ્વારા મેનેજિંગ કમિટીના પ્રમુખ જુગરાજસિંઘ (રાજુભાઇ) સરદારના અધ્યક્ષ-સ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રસ્ટીગણ અને સદસ્યોની ઉપસ્થિતિમાં કોરોના મહામારીને ધ્યાને લઇ આ કાર્યક્રમ ન કરવા વિચારાયું હતું. કારણ કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે આરોગ્ય સુરક્ષાને ધ્યાને લઇ સરકારની ગાઇડલાઇન મુજબ પ્રકાશ પર્વનો કાર્યક્રમ રદ કર્યો છે. આ બેઠકમાં ગુરુદ્વારા પ્રબંધક કમિટીના ઉપપ્રમુખ સરબજિતસિંઘ સૈની, સેક્રેટરી સરદાર સુખવંતસિંઘ હરણામસિંઘ, બતાસિંઘ, કરનૈલસિંઘ, સુખચેનસિંઘ વિગેરે ઉપસ્થિત રહી મંતવ્યો આપ્યાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer