અંજારમાં પાલિકાની ઉતાવળે આંબા પકવવાની નીતિ સામે રોષ

અંજારમાં પાલિકાની ઉતાવળે આંબા પકવવાની નીતિ સામે રોષ
અંજાર, તા. 4 :અહીંની નગરપાલિકામાં વખતો વખત જુદા જુદા વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર થતા  હોવાના આક્ષેપો ઉઠયા છે. ચૂંટણીની પડઘમ સંભળાંતાં રાક્ષસી બહુમતી ધરાવતા સત્તાપક્ષે પ્રજાને આંખે વળગીને દેખાય તેવાં વિકાસનાં કામોનો પટારો ખોલ્યો છે. અંજારના દેવળિયા નાકાથી બસ સ્ટેશન તરફ જતા માર્ગે ઉપર પેવર બ્લોક પાથરવાનાં કામમાં લોટ-પાણી ને લાકડાં હોવાની રાવ વિપક્ષે કરી હતી.આગામી ચૂંટણી ધ્યાને લઈ ફટાફટ વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત કરાય છે તેમજ હાલમાં ચાલતાં કામોને ઝડપભેર પૂર્ણ કરવા માટે એજન્સીઓને સંબંધિતો દ્વારા મૌખિક રીતે સૂચના અપાઈ છે. ઉતાવળે આંબા પકાવવાની પ્રક્રિયાને લઈને મોટી માતબર રકમનાં ખર્ચે થતાં વિકાસનાં કામની ગુણવત્તા સામે સવાલો ઉઠયા છે. આ જ પ્રકારે દેવળિયા નાકાથી બસ સ્ટેશન થઈ,રોટરી હોલ સુધીના મુખ્ય માર્ગેની બાજુમાં  જર્જરિત ફૂટપાથને તોડીને ફરી આ જગ્યા ઉપર રસ્તાની સમાંતર પેવર બ્લોક  પાથરવામાં આવી રહ્યા છે. આ વિકાસ કાર્યોમાં ટાવર પાસેથી આવેલી હોસ્પિટલથી થોડાં અંતર તેમજ પોસ્ટ ઓફિસના સામેના ભાગે જૂનો ફૂટપાથ જૈસૈ થેની  સ્થિતિમાં રાખી દેવાયો છે.કામ કરનારી એજન્સી દ્વારા  અમુક  ભાગને કોઈ કારણોસર છોડી દેવામાં  આવતાં અનેક  તર્ક-વિતર્ક વહેતા થયા છે.અંજાર કોંગ્રેસના દિલીપસિંહ ઝાલાએ કહ્યંy હતું કે,પાલિકાના બાંધકામ વિભાગમાં    આ મુદ્દે તપાસ કરતાં કેટલાક લોકોને આ વિકાસનુ કામમુશ્કેલીજનક લાગતું હોવાથી  ઠેકેદારને    તે સ્થળેકામ ન કરવા કહી દેવાયું છે. આ કામની ગુણવત્તા મુદ્દે પ્રશ્નો ઉઠાવતાં શ્રી ઝાલાએ  ઉમેર્યું હતું કે, નિર્માણ થયેલી સમસ્યા સંદર્ભે પાલિકાના બાંધકામ વિભાગે ચીફ ઓફિસરને   જાણ કરી છે. અલબત્ત, મુખ્ય અધિકારી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. કેટલાક  લોકોને સાચવવા માટે આ જ પ્રકારે વહાલાં દવલાંની નીતિ અપનાવામાં આવે તો શહેરનો વિકાસ અવરોધાશે. નાગરિકો પાયાની સવલતોથી વંચિત રહી જશે.મુકાયેલી જગ્યાએ માર્ગની સમાંતર પેવર બ્લોક પાથરવામાં આવશે, તો ટ્રાફિક સમસ્યામાંથી પણ રાહત મળશે. પાલિકા  દ્વારા સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અટકેલું કામ પૂર્ણ કરવા વિપક્ષે માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer